About Us

અગ્ર ગુજરાતઃ એક કદમ આગળ

અગ્ર ગુજરાત રાજકોટથી પ્રસિદ્ધ થતું સાંજનું અખબાર છે. મુખ્યત્વે રાજકોટના સમાચારો પર અમે ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ અને રાજકોટના અમારા વાચકોને પસંદ પડે, તેમના હિતમાં હોય અને ઉપયોગી થાય હોય તેવી અન્ય માહિતી અને લેખો તથા વિભાગો પણ નિયમિત રીતે પ્રગટ કરીએ છીએ. એક કદમ આગળના સૂત્ર સાથે અમે આરંભથી જ રાજકોટના વાચકોને પસંદ પડે તેવા સમાચારો, અહેવાલો અને લેખો આપવામાં અગ્રગણ્ય સાબિત થયા છે.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના સમાચારો અને રાષ્ટ્રીય પ્રવાહોને આવરી લેવા સાથે અમે મહિલાઓ માટે વિશેષ વિભાગ શી વર્લ્ડ ચલાવીએ છીએ. એ જ રીતે રાજકોટના ઉદ્યોગજગતની હલચલને પણ સમાચારોમાં પ્રાધાન્ય આપીએ છીએ. રાજકોટના વેપાર ઉદ્યોગને ઉપયોગ થાય તેવા વૈશ્વિક પ્રવાહોને પણ સમયાંતરે અમે કવરેજ આપીએ છીએ.
અમારા મીડિયા હાઉસના નામ પ્રમાણે અમારો અભિગન હકારાત્મક છે. સંસ્થાઓના સમાચાર, સામાજિક સેવાના કાર્યો, સાંસ્કૃતિક સમારોહને અમે ઉચિત સ્થાન આપીએ છીએ. અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર પણ અમે હકારાત્મક અભિગમ સાથે બ્રેકિંગ ન્યૂઝ અને ટ્રેન્ડિંગ ન્યૂઝ આપીએ છીએ. અમારી સાથે જોડાયેલા વાચકોને પળેપળની માહિતી ખરાઈ સાથે મળે તે માટેની કાળજી લઈને બ્રેકિંગ ન્યૂઝ ન્યૂઝ પ્લેટના માધ્યમથી મોકલીને અમારા વાચકો અને ફોલોઅર્સને પણ માહિતીના જગતમાં એક કદમ આગળ રાખીએ છીએ.